jdfsurat@gmail.com
+91 94095 19090
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત એ સેવા, સંગંઠન અને સદભાવના એ ત્રણ સિધ્ધાંતો પર કાર્યરત બિનરાજકીય સેવાભાવી સંસ્થા છે. જેમનો ઉદ્દેશ્ય માત્ર મનુષ્ય જગતમાં સંગંઠન થકી સેવા અને સદભાવનાનો પ્રસાર કરવાનો છે. મનુષ્યજીવન અને એમાં પણ જૈન ધર્મ એ બહુ પુણ્યશાળી આત્માઓને મળતો હોય છે . તો આવા જીવનને જીવનને સમાજસેવા થકી સાર્થક કરવું જોઈએ.
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત વિવિધ સેવા લક્ષી કાર્ય કરતા હોય છે. જેમાં મુખ્ય્ત્વે સાધુસાધ્વી ભગવંતોની વૈયાવધ્ય કે જેમાં કોઈપણ જાતની મેડિકલ સહાય માટે હરહંમેશ તત્પર હોઈએ છીએ. આપણા સુરત શહેરમાં લગભગ બે લાખ જૈનો રહે છે. જેમાંથી ઘણી આર્થિક પરિસ્તિથીને કે અન્ય કારણોને લીધે મેડિકલ સારવાર થી વંચિત રહી જતા હોય છે. જેથી સમાજનાં દરેક સભ્યને યોગ્ય મેડિકલ માર્ગદર્શન તથા સારવાર મળી રહે તે માટે બધા જ જૈનો માટે મેડિકલ કાર્ડ બનાવવાનું આયોજન કરેલ છે. જેનો લાભ સમાજનાં દરેક સભ્ય કોઈપણ જાતના ભેદભાવ વિના લઇ શકશે. આખરે સમૃધ્ધ સમાજનો આધાર આરોગ્યપ્રદ જીવન અને ઉચ્ચ શિક્ષણ પર રહેલો છે. તો આમારા આ મિશન હેઠળ વધુમાં વધુ લોકો મેડિકલ કાર્ડનો લાભ લે તથા તેના માટે JDF APP પણ DOWNLOAD કરી શકે જેમાં તેમને મેડિકલ સંબંધી બધી જ માહિતી જેવી કે અલગ અલગ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો એરિયા પ્રમાણે માહિતી , કોન્ટકટ નંબર એપોઇન્ટમેન્ટ માટે સુવિધા તથા અલગ અલગ મેડિકલ સહાય ની માહિતી પણ મળી શકશે. જય જિનેન્દ્ર જય હિંદ.
ડૉ. વિનેશ શાહ પ્રમુખ