મોબાઈલ એપ તથા ઈ-હેલ્થ કાર્ડનું વિમોચન

જૈનો માટે ઈ-હેલ્થ કાર્ડ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત દ્વારા વૈયાવચ્ચ અંતર્ગત ગુરુ ભગવંતો ની મેડીકલ સારવાર ની સચોટ સિસ્ટમ, લોકડાઉન માં ઘરબેઠા જૈન કુટુંબોને દવા પહોંચાડવા ઉપરાંત અડાજણ કોમ્યુનિટી હોલ ખાતે ના સંપ્રતિ કોરોના આઈસોલેશન સેન્ટર ખાતે ફ્રી માં અવિરત સેવા અપાય છે. આ સેવાકાર્ય માં વધુ સુગંધ ઉમેરવા સમસ્ત જૈન સમાજ ના બધા જ પંથો ના સભ્યોને જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ઈ-હેલ્થ કાર્ડ આપશે જેના થકી જૈન સમાજ ના બધા જ સભ્યો ને ફેડરેશને નક્કી કરેલ જગ્યાએ સચોટ માર્ગદર્શન સાથે ડીસ્કાઉન્ટ દરે મેડીકલ સારવાર જેડીએફ સુરત મોબાઇલ એપ ના માધ્યમથી મળશે. આ સેવાકાર્ય ના વિમોચન નો કાર્યક્રમ યુ ટ્યુબ તથા ફેસબુક પર ૩૦-૦૮-૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે નિહાળી શકશો જેમાં ઈ-હેલ્થ કાર્ડ તથા મોબાઇલ એપ ની બધી જ માહિતી મળી શકશે.

યુ ટ્યુબ લીંક:

ફેસબુક લીંક:

આ મેસેજ ને વધુ ને વધુ ફોરવર્ડ કરો જેથી બધા જ જૈન ભાઈ બહેનો જેડીએફ સુરત મોબાઇલ એપ ડાઉનલોડ કરી ઈ-હેલ્થ કાર્ડ બનાવી જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત ની સેવા નો લાભ લઈ શકે.

પ્રમુખ શ્રી
ડૉ. વિનેશ શાહ
જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત તથા ટીમ