ડોક્ટર્સ ડે ના દિવસે JDF દ્વારા ૧૫૦ થી વધુ ડાયાબીટીસ ના દર્દીઓનો ફ્રી માં HbA1c રિપોર્ટ કરાયો

ડોક્ટર્સ ડે ના દિવસે જૈન ડોક્ટર્સ ફેડરેશન દ્વારા આશરે ૧૫૦ થી વધુ ડાયાબીટીસ ના દર્દી ઓનો HbA1c નો રિપોર્ટ કરાવ્યો. HbA1c એ ડાયાબીટીસ ના દર્દીએ સમયાંતરે કરાવવાનો એક મોંઘો રિપોર્ટ છે જેમા ત્રણ મહિનાની એવરેજ  બ્લડ સુગર , બ્લડ સુગર નો કંટ્રોલ વિ. રિપોર્ટ થાય છે જેના આધારે દવા તથા તેનો ડોઝ પણ નક્કી થાય છે. રિપોર્ટ મોંઘો હોવાને કારણે ઘણા દર્દીઓ આ રિપોર્ટ કરાવતા નથી, જેથી આવા દર્દીઓનો રિપોર્ટ થાય એ ભાવથી ડૉ. વિનેશ શાહ ના સંપૂર્ણ આર્થિક સહયોગ થી ડોક્ટર્સ ડે ના દિવસે જૈન ડોક્ટર્સ ફેડરેશન ના  પાંચેય જેડીએફ કલીનીક મા આ સેવાયજ્ઞ કરાયો. 


ડૉ. વિનેશ શાહ -પ્રમુખ જેડીએફ સુરત 

ડૉ. અલ્પેશ શાહ- ઉપપ્રમુખ

ડૉ. હિરલ શાહ-ઉપપ્રમુખ 

શ્રી મનુભાઈ ઝોટા-મંત્રી

ડૉ. દર્શન વાડેકર-ખજાનચી

ડૉ. વિશાલ શાહ-ખજાનચી

ડૉ. વિતરાગ શાહ-સહખજાનચી

ડૉ. મલય પારેખ- સહ મંત્રી

ડૉ. જોય ચોકસી-મદદનીશ મંત્રી

ટીમ જેડીએફ