હેલ્થ ચેક અપ

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરત અને સૌધર્મ બૄહદ્ તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ સુરત તથા અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ્ પરિવાર સુરત (થરાદવાળા) ના સંયુક્ત ઉપક્રમે અદાણી બબુબેન  ચુનીલાલ નાગરદાસ પરિવાર ના  સહયોગ થી થરાદ સમાજના ૫૫૦૦ સભ્યોના  સંપૂર્ણ હેલ્થ ચેક અપ ના પ્રથમ ચરણ મા ૪૦૦ સભ્યોનુ હેલ્થ ચેક અપ થયુ જેમાં લોહી પેશાબ ના રિપોર્ટ,  ડાયાબીટીસ ની તપાસ, ઈસીજી, જનરલ બોડી ચેક અપ તથા ફિઝીશ્યન, ગાયનેક, હાડકાના ડૉકટર, ચામડી ના ડૉકટર, આંખ ના ડોક્ટર, દાંત ના ડોક્ટર, બાળકો ના ડૉકટર દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી અને તપાસ બાદ જરુરી દવા આપી સારવાર કરવામાં આવી. આ હેલ્થ ચેક અપ કેમ્પ નુ ઉદ્દઘાટન શ્રી નિતીનભાઈ અદાણી તથા શ્રી બી.સી.દોશી દ્વારા જેડીએફ પ્રમુખ ડૉ. વિનેશ શાહ અને નવયુવક પરિષદ ના પ્રમુખ શ્રી રાહુલભાઈ દેસાઈ તરુણ પરિષદ ના પ્રમુખ શ્રી પાર્થિવ મોદી તથા શ્રી મનુભાઈ ઝોટા ની ઉપસ્થિતીમા કરવામા આવ્યુ. આ કેમ્પ મા ડૉ. પૂર્ણીમા વાડેકર, ડૉ. અલ્પેશ શાહ, ડૉ. દર્શન વાડેકર, ડૉ. વિશાલ શાહ, ડૉ. રાજેશ જૈન, ડો. વિતરાગ શાહ, ડૉ. હેમંત શાહ, ડૉ. રિકીન શાહ, ડૉ. જીનય શાહ, ડૉ. નિરલ શાહ, ડૉ. શ્રુજલ શાહ,ડૉ. આકાશ શાહ, ડૉ. પાયલ ચોક્સી,  ડૉ. હેતા શાહ,ડૉ. વિતરાગ યુ શાહ વિ. ડોક્ટર્સે સેવા આપી હતી